એક દિવસનું જીવન
એક દિવસનું જીવન
દરેક દિવસ પોતાની યાદો માટે મહત્વનું હોય છે. એક દિવસમાં આપણે બધા આનંદ, દુઃખ, નિરાશા, આશા,મહેનત, વગેરેનો અનુભવ કરતા હોઈએ છીએ.
મારા દિવસની શરૂઆત સવારે થી થાય છે. હું સવારે 4:00 વાગે ઉઠું છું અને મેદાન પર દોડવા જાવ છું. પછી કસરત કરું છું. દાંત સાફ કરી, સ્નાન કરી, ફ્રેશ થાવ છું ત્યારે મને તાજગીનો અનુભવ થાય છે. સવારે 8:00 વાગે હું અને મારા બધા મિત્ર સાથે મળીને નાસ્તો કરવા રસોડામાં જઈએ છીએ. પછી હું અભ્યાસ કરવા બેસું છું. હું આ મારા મિત્ર સાથે મળીને ખૂબ જ મજા કરીએ છીએ.
હું સવારે 10:30 વાગે કોલેજમાં ભણવા જાઉં છું .ત્યાં સૌપ્રથમ પ્રાર્થના કરવામાં આવે છે. ત્યાં દરેક શિક્ષક જુદી જુદી વિષયમાં જ્ઞાન આપે છે અને તે વિષય પર ચર્ચા કરે છે. અમારા દિવસમાં ચાર class હોય છે. બપોર પહેલા ત્રણ class અને બપોર પછી એક class હોય છે. દરેક class એક કલાકનો હોય છે. બપોરે 1:30 વાગે હું જમવા માટે રસોડામાં જાવ છું ત્યાં દાળ, ભાત, શાક, રોટલી, કચુંબર,.. વગેરે વિવિધ વાનગીઓ જમવા માટે મળે છે. જમીને હું છાત્રાલયમાં આવું છું અને થોડીવાર આરામ કરું છું.
બપોર પછી 2:30 કલાકે class ભરવા માટે કોલેજ પર જાવ છુ. ત્યાં શિક્ષક આવીને પોતાની વિષયમાં અમને ભણાવે છે. કોલેજમાંથી 3:30 વાગે છૂટીને અમે બધા મિત્રો કોલેજના મેદાન પર ભેગા થઈએ છીએ. ત્યાં અમે કબડ્ડી, ક્રિકેટ,વગેરે વિવિધ પ્રકારની રમતો રમીએ છીએ. રમત રમવાથી આપણું શરીર સ્વચ્છ અને તંદુરસ્ત રહે છે. પછી રમત રમતા રમતા અમે થાકી જઈએ ત્યારે મેદાન પર બેસીને વાતો કરવા માંડીએ છીએ. પછી થોડીવાર હું ફોન ચલાવું છું. સાંજે અમે 7:00 વાગે સ્નાન કરી ફ્રેશ થઈ જમવા માટે જઈએ છીએ. સાંજે જમવામાં કઠોળ, દાળ,ભાત, ખીચડી,..વગેરે જમવાનું મળે છે. હું મારા રૂમમાં આવી શિક્ષક દ્વારા આપવામાં આવેલું લેસન કરું છું અને વાંચવા લખવા બેસી જાવ છું.
આમ, મારો દિવસ ખૂબ જ આનંદથી પસાર થાય છે.
ટિપ્પણીઓ