ECONOMICS EXPERTS CLASS
ECONOMICS EXPERTS CLASS
આધુનિક શિક્ષણ વ્યવસ્થામાં વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તક નો અભ્યાસ (જ્ઞાન) પૂરતું રહેતું નથી. પણ વિષયને ઊંડાણપૂર્વક સમજવું પણ જરૂરી છે.
બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપળા કોલેજ કેમ્પસમાં તારીખ : 23 ફેબ્રુઆરી 2026 ના રોજ Economics experts class નું આયોજન કરવામાં આવ્યું હતું. જેના મુખ્ય મહેમાન આસિસ્ટન્ટ પ્રોફેસર હેમિલ્ટન મહિડા હતા. જે ભૂતકાળમાં આ કોલેજના (BMTU) Economics વિષયના પ્રોફેસર તરીકેની કામગીરી પણ ભજવી હતી. તેમનો મુખ્ય વિષય Economics હતો.. અને આજના કાર્યક્રમના તેઓ મુખ્ય વક્તા છે.
આ કાર્યક્રમ Economics experts class ની શરૂઆત 10:30 વાગે કરવામાં આવી. જ્યાં સૌપથમ દીપ પ્રાગટ્ય કરવા માટે આસિસ્ટન્ટ પ્રોફેસર હેમિલ્ટન મહિડા અને સ્કૂલ ઓફ આર્ટ્સ ના આચાર્ય શ્રી અમિત ધોળકિયા સાહેબ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યું.
પ્રોફેસર શ્રી હેમિલ્ટન મહિડા અને સ્કૂલ ઓફ આર્ટસ ના આચાર્ય શ્રી અમિત ધોળકિયા સાહેબ ને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમના મુખ્ય મહેમાન પ્રોફેસર હેમિલ્ટન મહિડા અને સાથે સ્કૂલ ઓફ આર્ટ અને સ્કૂલ ઓફ કોમર્સ ના આચાર્ય શ્રી અમિત ધોળકિયા સાહેબ અને સંપૂર્ણ સ્ટાફ પણ હાજર હતો. જેમાં પ્રોફેસર રાજુ રાઠોડ, પ્રોફેસર મીત વાઘેલા, પ્રોફેસર ભરત પરમાર, પ્રોફેસર ગિરીશ મકવાણા વગેરે તમામ શિક્ષકો હાજર હતા.
મુખ્ય મહેમાન શ્રી હેમિલ્ટન મહિડા નું સ્વાગત કર્યા પછી સ્કૂલ ઓફ આર્ટસ ના આચાર્ય દ્વારા Economics વિષય પર ટૂંકી માહિતી આપવામાં આવી.
આસિસ્ટન્ટ પ્રોફેસર હેમિલ્ટન મહિડા શ્રી એ સૌપ્રથમ બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછ્યા અને વિદ્યાર્થીઓએ તેમના પ્રશ્નોના સરળ ભાષામાં ઉત્તર આપ્યો. ત્યારબાદ હેમિલ્ટન મહિડા સરે અમને અર્થશાસ્ત્રમાં Marketing Structure (બજારનું માળખું) વિશે માહિતી આપી હતી. બજારના માળખાની અંદર માંગ અને પુરવઠો વિશે વિસ્તૃત માહિતી આપી. ત્યારબાદ ખર્ચના પ્રકારમાં કુલ ખર્ચ, સરેરાશ ખર્ચ અને સીમંત ખર્ચ અને આવક ના પ્રકારો જેમાં સરેરાશ આવક, કુલ આવક અને સીમાંત આવક ત્યારબાદ અસામાન્ય નફો, સામાન્ય નફો, ખોટ વગેરે જેવા આવક અને ખર્ચના વિવિધ ખ્યાલો ની ખૂબ જ સરળ રીતે સમજૂતી આપી. તેમણે અર્થશાસ્ત્રના વિષયના સંદર્ભમાં અમને અન્ય માહિતી પણ આપી ત્યારબાદ અમને 15 મિનિટના બ્રેક આપવામાં આવ્યો.
બ્રેક પછી અમને બજારના માળખા અંતર્ગત પૂર્ણ હરીફાઈ, જેમાં હરિફાઈ દરમિયાન બજારની કેવી સ્થિતિ હોય, તે સમજાવ્યું. આ દરમિયાન અમને સમજ ન પડી ત્યારે સ્માર્ટ બોર્ડ ઉપર વિવિધ આકૃતિ દોરી ને સમજાવ્યું જેમાં માંગ રેખા, પરોઠા રેખા, ખર્ચ રેખા, આવક રેખા, વગેરે વિવિધ આકૃતિ દોરી ને સમજાવ્યું હતું. પછી અમને પેઢી એટલે શું? ઉદ્યોગ એટલે શું? એની સમજ આપી અને ઇજારો એટલે શું? ઇજારા યુક્ત હરીફાઈ એટલે શું? વગેરે Economics ના મુખ્ય મુદ્દાઓ ને લક્ષમાં રાખીને અમને વિસ્તૃત માહિતી આપી, અહીં પ્રોફેસર હેમિલ્ટન મહિડા એ પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું.
ત્યારબાદ સ્કૂલ ઓફ આર્ટસ ના પ્રોફેસર શ્રી ગિરીશ મકવાણા સર દ્વારા આભાર વિધિ વ્યક્ત કરવામાં આવી અને કાર્યક્રમને અંતે રાષ્ટ્રગીત નું ગન કરીને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.
ટિપ્પણીઓ