પ્રવાસ નિબંધ


          પાવાગઢ નો પ્રવાસ


          ગુજરાત ના પંચમહાલ જિલ્લામાં આવેલું પાવાગઢ એક પ્રાચીન અને પવિત્ર ધામ છે. જ્યાં મહાકાળી માતા નું મંદિર આવેલું છે. અને ત્યાં દર વર્ષે મહાકાળી માતા ના દર્શન માટે હજારો યાત્રાળુઓ ઉમટે છે.
          જ્યારે હું ધોરણ 10th માં અભ્યાસ કરતો હતો ત્યારે અમારી શાળા માંથી પાવાગઢ પ્રવાસ માટે લઈ ગયા હતા. શાળા માંથી અમે સવારે 5:00 વાગે બસ મા બેસીને અમારો પ્રવાસ આરંભ કર્યો. વાંકા-ચુકા રસ્તાઓ, ડુંગરો ની હરિયાળી વગેરે જોઈને અમને ખૂબ આનંદ થયો. અમારી સાથે બસ મા અમારા વર્ગ શિક્ષણ પણ હતા. સવારે ઠંડી ના કારણે અમને બસ માં ખૂબ માજા આવી હતી. અમે સવારે 8:00 વાગે પંચમહાલ જિલ્લામાં પહોંચી ગયા. ત્યાં અમે સવારે ગરમા ગરમ નાસ્તો કર્યો. પછી અમે બધા સાથે મળીને મહાકાળી માતા ના દર્શન કરવા માટે પગથિયા ચઢવાનું આરંભ કર્યું. મંદિરે જવા માટે રોપ-વે ની સુવિધા પણ ઉપલબ્ધ હતી. પણ અમે બધા સવારે 8:30 થી પગથિયા ચડીને ચાલવા માંડ્યા. ઉપર મહાકાળી માતા ના મંદિર પહોંચતા થાકી ગયાં. મંદિરે જતા વચ્ચે તળાવ પણ છે. જેને દૂધિયા તળાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તેની બાજુમાં ઘણાં પ્રાચીન મંદિરો પણ છે.
          પાવાગઢ ના ડુંગર ઉપર મહાકાળી માતા બિરાજમાન છે ત્યાંથી નીચ તરફ આખો પંચમહાલ જીલ્લો દેખાય છે. ઉપર થી નીચે તરફ દ્રશ્ય ખૂબ જ સુંદર અને મનમોહક છે. અમે બધા મહાકાળી માતાના દર્શન કરીને નીચે પરત ફર્યા .પાવાગઢ મંદિરના કુલ 999 પગથિયા આવેલા છે. નીચે આવતા રસ્તામાં ઘણી બધી નાની મોટી દુકાને હતી. નીચે આવીને બપોરે અમે જમવાનું બનાવ્યું હતું તે જમ્યા. 
          પંચમહાલમાં આવેલી પ્રાચીન ચાંપાનેર નો કિલ્લો પણ જોવા મળ્યો. તે મોટા પથ્થર થી બનેલો હતો, અને ઊંચા પણ હતો. કિલ્લા પર અમે બધા મિત્રો અને શિક્ષક સાથે મળીને ગ્રુપમાં ફોટો પણ પાડ્યો હતો. અને ચાંપાનેર મા જામી મસ્જિદ પણ આવેલી છે અમે જામી મસ્જિદ ની મુલાકાત પણ લીધી હતી. જામી મસ્જિદ ખૂબ જ પ્રાચીન કલા કારીગરી દ્વારા નિર્માણ કરવામાં આવી હતી. આ પ્રવાસ દરમિયાન મને પાવાગઢ નો ઇતિહાસ અને તેનું મહત્વ જેવા મળ્યું. 
          ત્યાંથી રવાના થયા બાદ અમે જાંબુઘોડા માં આવેલો ઝાંડ હનુમાનના મંદિરે પણ ગયા હતા. ત્યાં વનવાસ દરમિયાન ભીમની  ઘંટી પણ જવા મળી હતી. ત્યાં અમે ખૂબ જ મજા કરી હતી. અહીં પણ ભગવાન હનુમાનના શ્રદ્ધાળુઓ ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળે છે. અને ત્યાં અર્જુન કુંડ પણ આવેલું છે. ત્યાંના પ્રકૃતિ દ્રશ્ય પણ ખૂબ જ સરસ મજાના જવા મળે છે. ત્યાંથી અમને પાછા ફરતા સાંજના 9:00 વાગી ગયા હતા.
          આ પાવાગઢ નો પ્રવાસ અને તેની સાથે જાંબુઘોડાના ભગવાન હનુમાન મંદિર નો પ્રવાસ મારા માટે ખૂબ જ યાદગાર બન્યો. તમારા માટે પણ પાવાગઢનો પ્રવાસ યાદગાર બની રહેશે એટલે એકવાર પાવાગઢ પ્રવાસે જજો.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ECONOMICS EXPERTS CLASS

પત્ર લેખન

એક દિવસનું જીવન